અમુલ (કામધેનુ ) પ્રોજેકટ

ખેડા જિલ્લાના વિરપુર અને બાલાસિનોર તાલુકાના 7500 બી.પી.એલ. કુટુંબોને પશુપાલન-ડેરી દ્વારા સામાજિક-આર્થીક ઉત્થાન

  • ખેડા જિલ્લામાં અમુલને કારણે દુધ ઉત્પાદન અને પશુપાલનનો ધંધો સારી રીતે વિકાસ પામેલ છે.
  • અગાઉના વર્ષોમાં પશુપાલનના લાભાર્થીઓ પાસેથી બેંક લોન રીકવરી ન થવાથી બેંકોએ ધિરાણ આપવાનું બંધ કરેલ.
  • પશુપાલન એક એવો વ્યવસાય છે જેમાં ખાસ સ્કીલ તાલીમની જરૂરીયાત રહેતી નથી અને માર્કેટીંગની સુવિધા ઉપલબ્ધ હોવાથી સ્વરોજગારીને એસેટ મળે તે જ માસથી માસીક રૂ.1800 થી 2000 ની આવક ઉભી થાય.
  • અમુલની ગ્રામ્ય કક્ષાની દુધ મંડળીને રીકવરી સાથે સાંકળી બેંક લોન સહેલાઈથી ઉપલબ્ધ કરાવી શકાય.
  • અમુલની તાંત્રિક વિસ્તરણ સેવાનો લાભ બી.પી.એલ. કુટુંબ સુધી પહોંચાડી શકાય.
  • ગ્રામ્ય કક્ષાની દુધ મંડળી પશુપાલન પ્રવૃત્તિના કલ્સ્ટર તરીકે કામ કરતી હોઈ બી.પી.એલ. કુટુંબોને તેમના સંપર્કથી લાભ થશે.

કાર્યક્ષેત્ર

ખેડા જિલ્લાના બાલાસિનોર, વિરપુર જેવા પછાત તાલુકાના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવશે. આ તાલુકા પંચમહાલ, સાબરકાંઠાની આદિવાસી અને અછતગ્રસ્ત વિસ્તારને અડીને આવેલ છે.

એસ.જી.એસ.વાય. સ્પેશીયલ પ્રોજેકટ (પશુપાલન)

ઉપર જણાવ્યા મુજબના હેતુઓ સિધ્ધ કરવા માટે અમુલ ડેરી આણંદ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ દ્વારા 7500 બી.પી.એલ. કુટુંબોને આવરી લેતાં સ્પેશીયલ પ્રોજેકટ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યો જે તા.30-1-2004ના રોજ મંજુર કરવામાં આવ્યો.

દુધાળા પશુનું અર્થકરણ

દુધાળા પશુના બે વિયાણ વચ્ચેના 16 માસના એવરેજ સમયને ગણતરીમાં લઈને એક દુધાળા પશુ દીઠ નીચે મુજબ આવક થાય.

(અ) આવક
1. દુધ વેચાણ ભાવ એક લીટરના રૂ. 22.22
2 દુધના વેચાણથી આવક(સરેરાશ વેતરનું દુધ-3355 લીટર) રૂ. 60390
3 છાણીયા ખાતરનું ઉત્પાદન(એક પશુ દીઠ) રૂ. 3000
4 કુલ આવક રૂ. 63390

(બ) ખર્ચ
1. પશુ દાણ (1 કીલો મેન્ટનેન્સ માટે અને 350 કીલો દુધ ઉત્પાદન પર) રૂ. 10012
2 ઘાસચારો રૂ. 7960
3 ત્રણ વર્ષમાં વીમાના પ્રિમીયમ રૂ. 700
3 પરચુરણ ખર્ચ જેવા કે,દુધના સાધનો, દોરળા, સાંકળ વિ. રૂ. 500
4 કુલ ખર્ચ રૂ. 19172

  • ચોખ્ખી આવક (રૂ. 63390-19172): રૂ. 44218
  • માસીક આવક (રૂ. 44218/12): રૂ. 3684
  • બે પશુ મળતાં આવક: રૂ. 7368

અમલીકરણ

  • ગ્રામસેવક/સ્થાનિક દુધ મંડળીના સેક્રેટરી/ચેરમેન બી.પી.એલ લાભાર્થી પસંદ કરી લોન કેસ બનાવેલ.
  • ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી લોનકેસની ચકાસણી કરી એસ.જી.એસ.વાય.ની ગાઈડલાઈન પ્રમાણેના પાત્ર લાભાર્થીની અરજી અમુલમાં મોકલાવેલ.
  • અમુલ ડેરીએ લાભાર્થી લોન રીકવરીની ગેરંટી આપી કેસ બેંકમાં મોકવાવેલ.
  • બેંક લોનકેસ મંજુર કરી તાલુકા વિકાસ અધિકારીશ્રીને નમુના-5માં માહીતી આપશે.
  • તાલુકા વિકાસ અધિકારીશ્રી મળતાપાત્ર સહાયની ચકાસણી કરી નમુના-5માં મંજુર કરી અમુલને મોકલશે.
  • અમુલ દુધાળા પશુની ખરીદી કરી બેંક પાસેથી નમુના-6માં માહીતી માંગી સહાય ચુકવશે.
  • ફોડર કીટસ, ચાફટર વિગેરે અમુલ દ્વારા આપવામાં આવશે.

પ્રોજેકટ હેઠળ 31-3-2008 સુધીમાં થયેલ કામગીરી

  • ભારતમાં સૌપ્રથમવાર દુધની ગુણવત્તા ચકાસવાના રૂ.1.00 કરોડની કિંમતનું બેકસ્ટોન /ફોસોમેટીક મશીન આ યોજના હેઠળ ખરીદવામાં આવેલ છે.
  • આ મશીનથી દુધની ગુણવત્તાની ચકાસણી દ્વારા બાવલાના રોગોથી અગાઉથી માહીતી ઉપલબ્ધ થઈ શકે છે.
  • જેના થકી બ્રીટીશ સ્ટાન્ડર્ડ મુજબની ગુણવત્તા જાળવી શકાય છે. જે દુધ (દુધની બનાવટો) એક્ષપોર્ટ કરવામાં સરળતા રહે છે.
  • આ મશીનનો લાભ ખેડા તેમજ આણંદ જિલ્લાના તમામ પશુપાલકોને મળે છે.
  • પસંદ કરેલ બનેં તાલુકામાં 2003-04ના વર્ષમાં મળેલ દુધનું ઉત્પાદન 290.92 લાખ લીટર જયારે 2006-07 ના વર્ષમાં 387.38 લાખ લીટર આમ 96.46 લાખ લીટર દુધમાં વધારો થયેલ છે.
  • કિમંતમાં ગણત્રી ધ્યાનમાં લેતાં 2003-04 ના વર્ષમાં રૂ.37.81 કરોડ જયારે 2006-07 માં રૂ.58.10 કરોડ આમ રૂ. 20.29 કરોડનો વધારો નોંધાયેલ છે.
  • ભારતમાં સૌપ્રથમવાર પશુઓમાં આર.એફ.આઈ.ડી. (રેડીયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન) ટેગનો ઉપયોગ કરીને ગ્રામ્ય કક્ષાએ પશુઓની હાજરી, ઉત્પાદકતા અને સંવર્ધન બાબતે માહીતી જિલ્લા કક્ષાની કચેરીએ બેસીને મળી શકે તે માટેનું સોફટવેર બનાવી મોનીટરીંગની વ્યવસ્થા ગોઠવેલ છે. આ માટે પ્રાગ્રા એન્ટરપ્રાઈઝ, અમદાવાદને ઓર્ડર આપેલ છે.