ગોબર બેંક યોજના

ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ કુદરતી સાધનોમાં મુખ્ય સાધન ગોબર/છાણ છે. જે છાણ રૂપે બળતણ તરીકે વપરાતુ હોય છે. અથવા તો જો લાકડાં વપરાતા હોય તો તે પરીસ્થિતિમાં આ દરરોજનું છાણ (કાચી પધ્ધતિથી) એકત્રિત થઈને ગામની આજુબાજુમાં અથવાતો ગામના રસ્તાની બનેં બાજુ પર કચરાના ઢગલા તરીકે જોવામાં આવે છે. આવી રીતે જોવામાં આવતાં છાણના જથ્થાઓ બીજા નકામા ગણાતા અખાદ સેંદ્રીય પદાર્થો સાથે ઉકરડામાં કાચી પ્રક્રીયા દ્વારા ખાતરમાં રૂપાંતરીત થાય છે. અને આવી પધ્ધતિથી જ તૈયાર થતુ ખાતર ખેતર સુધી પહોંચે છે. પણ શું આપશ્રી જાણો છો કે આવી રીતે તૈયાર થયેલ ખાતરમાં આશરે 20 થી 25 ટકા જેટલું છાણ, ઓગાડ/ અન્ય પ્રકારનો ખેત કચરો ખાતરમાં રૂપાંતરીત થયા વગર જ સીધે સીધે ઘણાં ખરા નિંદામણ, જીવજન્તુ વિગેરે સાથે ખેતર સુધી પહોંચે છે અને પાકમાં ફેલાતા રોગો માટે જવાબદાર ઠરે છે.

વધુમાં ગામના ઢોર-ઢાંખર દરરોજ ચરવા માટે બહાર/ગોચરમાં જતા હોવાના લીધે દિવસ દરમ્યાન આશરે 30 થી 45 ટકા જેટલું છાણ તો રસ્તાપર /ગોચરમાં રહી જવાના લીધે નકામું જાય છે. જયારે આ છાણનો જથ્થો જો પધ્ધતિસર ભેગો થાય અને ગોબરગેસ પ્લાન્ટ સાઈટ સુધી આવે તો એનાથી ઉતપન્ન થતો ગેસનો જથ્થો દરરોજ આશરે 30 ટકા જેટલું વઘારાનું બળતણ પુરૂ પાડી શકે તેમ છે. ઉપરાંત નિકળતી સ્લરીનો ઉપયોગ ખાતરરૂપે થવાનો જ છે.

ઉપરોકત મુદાઓ પરથી એક વિચાર આવ્યો કે જો ગામડાઓમાં “ સેલ્ફ હેલ્પ ગ્રુપ “ અથવા તો બેરોજગાર આર્થિક રીતે બહુ જ પછાત માણસોનું જુથ બનાવવામાં આવે તો આવા ગ્રુપો કે જુથોને કઈક પ્રવૃત્તિ મળે અને પ્રવૃત્તિ કરી ગ્રુપો કે જુથો કોઈ આવક મેળવતા થાય તો તે શકય બની શકે ખરૂ રે કેમ ?

આવા આશયથી જો રસ્તાઓ/ગોચરની જગ્યામાં નકામા પડી રહેલ છાણને આવા સેલ્ફ હેલ્પ ગ્રુપના મહીલા કે પુરૂષ લાભાર્થી ભેગું કરી એક ગોબર બેંક કરી સામુહીક ગોબર ગેસ પ્લાન્ટ માટે વેચી આવક મેળવી શકાય. જેથી ગેસ માટે કાચો માલ જરૂરીયાત મુજબ નિયમીત રીતે ઉપલબ્ધ થવાની સાથે સાથે ગામમાં રોજગારીની તકો ઉભી થઈ શકશે અને આમ પરોક્ષ/અપરોક્ષ રીતે બેવડા લાભો આપશે.

યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો

  • ગામ માટે ગ્રામપંચાયત, તથા તાલુકા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય.