ગુજરાતમાં ખેડુતો દ્વારા ખોદવામાં આવેલ કુવાઓને કૃત્રિમ રીતે ભુગર્ભ જળના સ્તર ઉંચા લાવવા માટેની યોજના ખેડા જિલ્લાના બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ એમ કુલ ચાર તાલુકાએમાં અમલમાં છે. કુવાઓમાં વરસાદના પાણીને ઠાલવીને ભુગર્ભ જળ રીચાર્જ કરવા માટે કૃત્રિમ રીચાર્જ સ્ટ્રકચર બનાવવા લાભાર્થીના ખાતામાં સહાય ચુકવવામાં આવશે. કુવા રીચાર્જથી ચોખ્ખુ ગાળેલુ પાણી કુવામાં સંગ્રહ થશે અને તે સંગ્રહીત વરસાદી પાણીનો ઉપયોગ સિંચાઈના કામમાં થશે. તા. 1-4-08 થી આ યોજના હેઠળ કુવા રીચાર્જ કરવા ઈચ્છુક ખેડુત લાભાર્થીઓની અરજી સ્વીકારવાની કામગીરી ચાલુ છે. આ યોજનાનો લાભ ચોમાસા પહેલા મળવાપાત્ર હોય તેનો આજેજ જાગૃત બની લાભ લો તે જરૂરી છે.