-
કામની માંગણી કરનાર અરજદાર સ્થાનિક રહેવાસી હોવો
જોઈએ સ્થાનિક એટલે ગ્રામ પંચાયત વિસ્તારના અંદર રહેતી હોય તે વ્યક્તિ
રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
-
રોજગારીની જરૂરીયાતવાળા અરજદારે ગ્રામ પંચાયતમાં
નામ નોંધાવવાનું રહેશે આ નામ નોંધણી કરાવ્યા બાદ ગ્રામ સભામાં રજીસ્ટર
થયેલ પરિવારોની જરૂરી ખરાઈ કર્યા પછીથી એક અઠવાડીયામાં ગ્રામ પંચાયત
દ્વારા તલાટી કમ મંત્રીની સહીથી અરજદારના ફોટાવાળા જોબકાર્ડ ઈસ્યુ
કરવામાં આવશે. જોબકાર્ડ મેળવ્યા બાદ રોજગારીની જરૂરીયાત હોય ત્યારે
રોજગારી આપવા માટે ગ્રામ પંચાયતને અરજી કરવાની રહેશે.
-
જોબકાર્ડમાં પરિવારનો રજીસ્ટ્રેશન કોડનંબર, અરજદારનું
નામ અને જાતિ તથા કામ કરવા માંગતા કુટુંબના સભ્યોના નામ તથા તેમની
ઉમર, લિંગ અને કુટુંબના વડા સાથેનો સંબંધ જેવી કાયમી માહિતી આપવાની
રહેશે.
-
જોબકાર્ડ ખોવાઈ જાયતો પંચાયત પાસે ડુપ્લીકેટ કાર્ડ
માટે અરજી કરી શકાશે.
-
જોબકાર્ડ ન મળવા અર્થે કોઈ વ્યક્તિને ફરીયાદ
હોયતો તે બાબતે પ્રોગ્રામ ઓફિસર સહ તાલુકા વિકાસ અધિકારીશ્રીને જણાવવાનું
રહેશે.
-
કામની માંગણી માટેની અરજી કરવામાં આવે ત્યારે સળંગ
15 દિવસના કામની માંગણી કરવાની રહેશે
-
કામની માંગણી કર્યેથી ગામ પંચાયત દ્વારા 15 દિવસ
સુધીમાં કામ આપવાની ખાત્રી કરવામાં આવે છે. ગામે કે ગામથી પાંચ કિ.મી.ની
ત્રિજીયામાં રોજગારી આપવામાં આવશે. જો ગ્રામ પંચાયત દ્વારા અરજી કર્યાની
તારીખથી દિન-15 માં કામગીરી ન આપી શકે તો ગ્રામ પંચાયતે રોજગાર વાંચ્છુઓને
બેરોજગારી ભથ્થુ આપવાનું રહેશે.