ગ્રામ ગરીબીરેખા હેઠળ જીવતા પરિવારો પૈકી ગામદીઠ 5 અતિ ગરીબોના કૌટુબિંક સામાજીક અને આર્થિક ઉત્થાન માટે તા.31-7-2003 થી 5 વર્ષ માટે શ્રમયોગી યોજના રાજ્ય સરકાર દ્રારા અઢી અઢી વર્ષના બે તબક્કામાં અમલમાં મુકવામાં આવેલ છે.
શ્રમયોગી યોજના હેઠળ ગ્રામ્ય ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો પૈકી 5 અતિ ગરીબ શ્રમયોગી પરિવારોને ગ્રામ સભા દ્રારા પસંદ કરવામાં આવે છે.
શ્રમયોગી યોજના હેઠળ આવા 5 અતિ ગરીબ ગ્રામ્ય શ્રમયોગી પરિવારોને સમય મર્યાદામાં પગભર કરવા માટે પાંચ પ્રકારની ગેરંટી રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.
શ્રમયોગી પરિવારોની રાજ્ય સરકાર દ્રારા પાંચ પ્રકારની ગેરંટી આપવામાં આવેલ છે. તેની સાથે સાથે શ્રમયોગી પરિવારો પાસે પાંચ પ્રકારની અપેક્ષાઓ કરવા માં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેસલ શ્રમયોગી યોજના હેઠળ શ્રમયોગી પરિવરોને સરકારશ્રીની અમલ માં મુકાયેલ તમામ કલ્યાણકારી યોજના હેઠળ આપવાના થતા લાભો પુરા પાડવા અગ્રીમતા અપવામાં અવશે. શ્રમયોગી પરિવારોને મળવાપાત્ર લાભો નીચે જર્શાવ્યા મુજબ છે.