સાફલ્ય ગાથા (એસ.જી.એસ.વાય)
| જુથનું નામ | જય બહુચરમાં બચતધિરાણ જુથ |
| તાલુકો | કઠલાલ |
| ગામનું નામ | સીંગોડીયા (અનારા) |
| જુથ પ્રવૃત્તિ | પશુપાલન |
| જુથલીડરનુ નામ | શર્મિલાબેન ઘેલાભાઈ સોલંકી |
| ખજાનચીનું નામ | કાંતાબેન મગનભાઈ સોલંકી |
મારૂં નામ શર્મિલાબેન ઘેલાભાઈ સોલંકી, રહે.સીંગોડીયા તાબે અનારા તા. કઠલાલ, જિ.ખેડા છે. પહેલા અમે ગરીબ કુટુંબ તરીકે જીવન વિતાવતા હતા. મજુરી કામે જઈ અમે અમારા કુટુંબનું ભરત પોષણ કરતા હતા. પરંતુ અમને ગ્રામ વિકાસ તરફથી ચાલતા "સુવર્ણ જયંતી સ્વરોજગાર યોજના" હેઠળના કાર્યક્રમમાં એ.જી.ઓ.શ્રી તથા તાલુકા પંચાયતના સ્ટાફ ગ્રામસેવક તથા વિસ્તરણ અધિકારી સાહેબશ્રીના સહકારથી જુથ બનાવવાની પ્રેરણા મળી જેના દ્વારા અમે 12 બહેનોએ જુથ બનાવ્યું જેનું નામ "જય બહુચરમાં સ્વનિર્ભર જુથ" નામ આપેલ છે. હું જુથલીડર તરીકે કામ કરૂં છું અને બીજા બે બચત જુથ સ્વસહાય જુથો ચલાવું છું. હાલ અમારી પરિસ્થિતી સારી છે. અમને ગ્રામવિકાસના સહકારથી અમુલ સ્પેશ્યલ પ્રોજેકટ હેઠળ 1,80,000(એક લાખ એંસી હજાર) 12 એસેટ મળેલ છે. અને અમારા જુથની બધી બહેનોની પરિસ્થિતી સારી છે. સરકારશ્રીના આવા આવા કાર્યક્રમોથી અમારા જેવી ઘણી બહેનોને ફાયદો થયો છે. અને યોજનાઓ ચાલુ રાખવી જોઈએ એવી અમારી ભલામણ છે. બસ જયશ્રી કૃષ્ણ...
