સાફલ્ય ગાથા (એસ.જી.એસ.વાય)

જુથનું નામ સુહાગ મુસ્લીમ મહિલા જુથ
તાલુકો કઠલાલ
ગામનું નામ પીઠાઈ
જુથ પ્રવૃત્તિ પશુપાલન
જુથ રચના તારીખ 12-3-99

ધિરાણ પહેલાની સ્થિતિ અને આવક

ખેતમજુરી અને અન્ય મજુરી કરી આવક ઉભી કરાતી હતી. પુરો દિવસ મહેનત બાદ માંડ 25 થી 30 રૂપિયાની કમાણી થતી હતી. તેમાંથી પોતાનું ગુજરાત ચલાવતા હતા. ત્યારબાદ ગ્રામસેવક દ્વારા "સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોગાર યોજના" ની સમજણ અપાવી અને ગામની 14 બહેનોને ગ્રામસેવક દ્વારા બહેનોના જુથ વિષેની પ્રાથમિક મિટીંગ કરી જુથના કેવા કેવા પ્રકારના લાભો થાય છે તેની વિગતવાર સમજ આપવામાં આવી. અને જુથની રચના કરવાની પ્રેરણા આપી આ બહેનોએ આ વિષે ચર્ચા વિચારણા કરી તા.12/03/99ના રોજ સુહાજ મુસ્લીમ મહિલા જુથની રચના કરી. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં "સુવર્ણ જયંતી સ્વરોજગાર યોજના" હેઠળ નોંધણી કરાવી અને સેજા વિસ્તારની બેંક ઓફ ઈન્ડીયા, કઠલાલમાં ખાતું ખોલવ્યું અને માસીક રૂ.25 લેખે તમામ સભ્યોએ મળી 350 રૂપિયાની બચતની રકમ બેંકમાં નિયમિત જમા કરાવતા રહ્યા. તેમ કરતા સમય પસાર થતો ગયો તેમ તેમની બચતમાં ધીરે ધીરે વધારો થતો ગયો. અને નિયમિત બચત અને આંતરિક ધિરાણની પ્રવૃત્તિ થતી હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેમને રૂ.25200/- રીવોલ્વીંગ ફંડ પેટે આપવામાં આવ્યા અને આ પૈસા મળવાથી વિલાયતી નળીયાનો ધંધો શરૂ કર્યો. અને તેમાંથી જે નફો થતો ગયો તે સૌ સભ્યોને સરખા ભાગે વહેંચવામાં આવ્યા, ત્યારબાદ જુથના સભ્યોને કોઈ અન્ય ધંધો કરવાનો વિચાર આવ્યો અને તેમણ પશુપાલનના ધંધા માટે બેંક મેનેજર સાહેબ સાથે ચર્ચા કરતા લોન મળવાની ના પાડતા જુથનું ખાતુ ઈન્ડીયન બેંક ખાતે ખોલાવ્યું. અને પશુપાલન અને ડેરી વ્યવસાય માટે રૂ. 30,000/-ની લોન તા.21/02/06ના રોજ મંજુર કરવામાં આવી અને તબક્કાવાર ચુકવણું થતા આ જુથના તમામ સભ્યોએ 14 સુરતી ભેંસોની ખરીદી કરી. અને આજે આ જુથની બહેનો પોત દિવસભર ખેતમજુરી કરી માંડ રૂ.25 થી 30 કમાતી હતી તે આજે દિવસના 50 થી 60 રૂપિયાની આવક આસાનીથી મેળવી લે છે. અને આ ધંધામાં અપાયેલ ધિરાણ ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા "સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના" હેઠળ રૂ. 125000/-ની સબસીડી જુથને ચુકવવામાં આવી. આજે આ સહાય મેળવી જુથની બહેનો ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે. અને તેમની આવકમાં પણ વધારો થતો રહ્યો છે. અને તેઓને વિશ્વાસ છે કે આગળના ટુંક સમયમાં ગરીબીરેખા પાર કરી જશે.