સાફલ્ય ગાથા (શ્રમયોગી)

હું વસાવા ચંદુભાઈ કાભયભાઈ ગામ ખીજલપુર તળપદ તાલુકો ઠાસરા વસાવા કુટુંબનો ગરીબ બી.પી.એલ લાભાર્થી છું મારી સ્થિતિ ગરીબ હોવાથી મારાથી કોઈ ધંધો કરી શકાતો નથી. મારી ઉમર 50 વર્ષ ઉપરની છે શઉં કરવું તેની મુંઝવણમાં ફરતો હતો. એક દિવસ મને મારા ગ્રામ સેવક સાહેબ સાથે મુલાકાત થઈ મારી સ્તિથિ જોઈને મને શ્રમયોગી તરીકે પસંદગી કરી અને મારી અનેકવાર મુલાકાત લઈ મને મારી સગવડ મુજબ ધંધા કરવા માટે મેં લોનની માંગણી કરી મને સેન્ટ્રલ બેંક થામણામાંથી શાકભાજીની લારી માટે રૂ.5000/- ની લોન કેસ મંજુર કરી આપ્યો અને તાલુકામાંથી રૂ.2500/-ની સહાય આપી અને આ રકમમાં મેં નવી હાથલારી ખરીદી તથા બીજા વધારાના પૈસાથી શાકભાજી કરીયાણાની વસ્તુઓ થોડે ઘણે સાથે રાખી મેં ધંધો શરૂ કર્યો. આ ધંધામાંથી મારી આવક સારી થવા લાગી અને મારૂ ગુજરાન સારી રીતે ચાલવા લાગ્યું. આ રીતે હવે ગ્રામ સેવકના સહકારથી મારી જીવન સારી રીતે નિભાવું છુ અને કોઈની પાસે પૈસા માટે હાથ લાંબો કરવો પડતો નથી.
આપનો વિશ્વાસુ
ચંદુભાઈ કાભયભાઈ વસાવા
શ્રમયોગી ખીજલપુર તળપદ,તા.ઠાસરા
