સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)

મારૂ ગામ મહેમદાવાદ તાલુકાથી પૂર્વ દીશાએ 10 કી.મી. દુર આવેલું છે. મારા ગામમાં પટેલ, જાદવ, પરમાર, હરીજન વિગેરે જ્ઞાતિના લોકો વસે છે. આ અગાઉ હું માટીનાં ઘરમાં મારી પતિ સાથે માટીના જર્જરીત મકાનમાં જીવન ગુજારતા હતાં. તેમાં ચોમાસામાં વરસાદ પડતાંમકાન ભીંજાય જતું હતું તથા બાળકોને વાંચવા લખવામાં મુશ્કેલી પડતી હતી. બાદ અમારી મુલાકાતે ગ્રામસેવકશ્રી ડાભીભાઈ આવ્યા અને તેઓએ મને ઈન્દીરા આવાસ અંગે માહિતી આપી. મેં જરૂરી કાગળો તૈયાર કરી અને તાલુકાકક્ષાએ મોકલી આપ્યા. ત્યાંથી ભલામણ સહ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદથી મારૂં ઈન્દીરા આવાસ વર્ષ 2006-07માં મંજુર થઈને આવતાં મનેં સરકારશ્રી તરફથી રૂં 36000/- ની સહાય મળેલ તથા તેમાં મે ખુટતી રકમ ઉમેરીને સ્લેબવાળું ઈન્દીરા આવાસ બનાવેલ. સદર આવતાં મળતાં મારો સામાજીક દરજ્જો ઉંચો આવેલ છે. તથા મારા બાળકો સારી રીતે વાંચન લેખન કરી શકે છે. નામદાર સરકારશ્રીની ઈન્દીરા આવાસ યોજના મારા જેવા ગરીબ લાભાર્થીઓને આશીર્વાદ રૂપ થાય

આપની વિશ્વાસુ

લીલાબેન ભવાનભાઈ હરીજન

ઈન્દીરા આવાસ યોજના,રીંછોલ,તા.મહેમદાવાદ