સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)

મારૂં ગામ મહેમદાવાદ તાલુકા મથકથી 10 કી.મી. દુર અંતરીયાળ ગામ છે. મારા ગામમાં ઝાલા, ડાભી, પરમા, હરીજન, ચૌહાણ વિગેરે જ્ઞાતિના લોકો વસે છે. આ અગાઉ હું મારા ગામમાં મારા સંતાનો સાથે રહેતી હતી અને મારો જુના શ્રમયોગી પહેલાં સમાવેશ થયેલ હતો. પહેલા મારી પાસે માટીનું જર્જરીત મકાન હતું જે ચોમાસામાં ભીંજાય જતું હતું. અને બાળકોને વાંચન લેખનમાં મુશ્કેલીઓ પડતી હતી. મારી મુલાકાત અમારા ગામના ગ્રામસેવકશ્રી ડાભીભાઈએ મુલાકાત થી અને મને ઈન્દીરા આવાસ અંગે માર્ગદર્શન આપ્યું અને હું મારા જરૂરી કાગળો તૈયાર કરી અને તાલુકા પંચાયત મહેમદાવાદ કચેરીએ મોકલી આપેલ ત્યાંથી જરૂરી ભલામણ સહ મારા કાગળો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મોકલી આપેલ ત્યાંથી મારૂં ઈન્દીરા આવાસ મંજુર થયેલ. આવાસનો ઓર્ડર મળતાં મે મારા આવાસનું કામ શરૂ કરી જરૂરી શ્રમફાળો ઉમેરીને ત્રણ હપ્તા પછી રકમ 36000/- મળેલ. બાદ હું આ મારા નવા બનાવેલ મકાનમાં વસવાટ કરુ છું. આ આવાસનો લાભ મળવાથી મારો સામાજીક દરજ્જો ઉંચો આવેલ છે.

આપની વિશ્વાસુ

માણેકબેન ઉદાભાઈ ડાભી

ઈન્દીરા આવાસ યોજના, ગામ.વમાલી, તા.મહેમદાવાદ