સાફલ્ય ગાથા (એસ.જી.એસ.વાય)

આથી મોજે ગામ ઉંદરા તા. મહુધા જી. ખેડા, ના રહીશ શ્રી રંજનબેન સુરેશભાઈ પટેલનું જણાવવાનું કેસ હું મારા કુટુંબમાં બાળકો સાથે કુલ-5 સભ્યો સાથે રહું છું. મને ગ્રામસેવક આઈ.આર.ડીના શ્રી એન.આર.પરમારે મને પશુપાલન હેતુમાં લોન કેસ બનાવવા જણાવ્યું એટલે મેં લોન કેસ માટે જોઈતા કોગળો, ફોટો વિગેરે તૈયાર કરીને આપ્યા બાદ મારી લોન કેસની અરજી મહુધા તાલુકામાં સ્ટેટબેંકમાં મોકલી ત્યારે મારો લોન કેસ મંજુર થયો તેમાં મને 1 ભેંસ આપવામાં મંજુર કરી. બેંક મેનેજરના જણાવ્યા પ્રમાણે મે ભેસની ખરીદી કરી ત્યારબાદ બેંકમાંથી કડી આપી અને મે પશુડોકટરને બોલાવી ટેગીંગ કરાવ્યું ત્યારબાદ મને રૂ.15000/- નો વેપારીના નામનો ચેક આપવામાં આવ્યો. તે ચેક વેપારીને આપી દીધો. આમ મને જ્યારે લોન આપવામાં આવી એ પહેલાં મારા કુટુંબની પરિસ્થિતિ ઘણી નબળી હતી. પરંતુ જ્યારે મને લોન આપવામાં આવી ત્યારે 5 લીટર દુધના કુલ 1 લીટરના 20 રૂપિયા પ્રમાણે રૂ. 100 સવાર સાજના મળતા થયા તેમાંથી માસિક રૂ. 3000 /- આવક થઈ તેમાંથી દાણના રૂ.1500/- થાય તો બાકીના રૂ.1500/- માસિક નફો થાય છે. આમ, મારી આવકમાં વધારો થયો છે. મને આવી SGSY યોજનાથી સંતોષ થયો છે.
આપની વિશ્વાસુ
રંજનબેન સુરેશભાઈ પટેલ
એસ.જી.એસ.વાય,ગામ ઉંદરા,તા.મહુધા
