સાફલ્ય ગાથા (શ્રમયોગી)

સાધુ દેવીદાસ ગુલાબદાસ અનુસુચિત જાતિના લાભાર્થી છે. અંઘાડી મુકામે પહાડીયા તા ઠાસરા વિસ્તારમાં કાચા માટીના મકાનમાં રહું છુ. અને દાનદક્ષિણા પર ગુજરાન ચલાવુ છું. મેં સપનામાં પણ વિચાર્યુ નહી હોય કે મારે એક પાકું મકાન બે માસમાં બનશે. આ સમય દરમ્યાન મને ગ્રામસેવકશ્રીનો સંપર્ક થતા મને અંઘાડી ગામે શ્રમયોગી તરીકે પસંદ કરવામાં આવ્યો અને મારા કાચા મકાનની હાલત જોઈ ને ઈન્દીરા આવાસ યોજનામાં આવાસનો ફોર્મ ભરાવી મારૂં આવાસ મંજુર કરાવ્યું અને બે માસમાં મારૂં પાકું મકાન રૂ.40000/-નું બનાવ્યું અને મારૂં મકાનનું સ્વપ્ન બે માસમાં સાકાર કર્યું. વરસાદ અને ઠંડીમાં સારી રીતે રહી શકુ છુ. આ આવાસ મળલા બદલ હું સરકારશ્રીનો આભાર માનુ છું.

આપનો વિશ્વાસુ

દેવીદાસ ગુલાબદાસ સાધુ

શ્રમયોગી, અંઘાડી, પહાડીયા, તા. ઠાસરા