સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)

મારૂં ગામ મહેમદાવાદ તાલુકાથી પશ્ચિમ દિશામાં આવેલું છે. મારા ગામની વસ્તી આશરે 8000 જેટલી છે. જેમાં ઠાકોર, મુસ્લીમ, પટેલ, વણકર, રોહીત, હરીજન તથા અન્ય જ્ઞાતિના લોકો વસે છે. રોહીત સમાજમાં મારૂં કુટુંબ આવેલું છે. અમારા ગામના ગ્રામસેવકશ્રી જે.એસ.ત્રિવેદી એ અમારો સંપર્ક કરી અમને અમારો બીપીએલ નંબર હોઈ અમને ઈન્દીરા આવાસની સમજણ આપી અને અને જરૂરી સાધનિક કાગળ ગ્રામસેવકશ્રીને આપેલા જે નિયામક સાહેબશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડિયાદે વર્ષ 2006-07માં મારૂં આવાસ પાસ થયેલ. જે અમે રૂ.36000/-ની સરકારી સહાયથી અને પાકુ મકાન બનાવેલ જેમાં સંડાસ પણ બનાવેલ. અને પહેલાં કાચા ઝુંપડામાં રહેતા હતા પણ સરકારશ્રીની આવી સહાયથી અને આજે પાકા મકાનમાં રહીએ છીએ. અને આમારા સમાજમાં અમારો મોભો ઉંચો આવેલ છે. જેમાં અમારા બાળકો અને પરિવાર સુખ શાન્તીથી રહીએ છીએ. સરકારશ્રીની આવી કલ્યાણકારી યોજના અમારા જેવા પછાત વર્ગોને કલ્યાણકારી નીવડી છે.

આપની વિશ્વાસુ

રમીલાબેન કનુભાઈ પટેલ

ઈન્દીરા આવાસ યોજના, ગામ :નેનપુર,તા.મહેમદાવાદ