સાફલ્ય ગાથા (એસ.જી.એસ.વાય)
| જુથનું નામ | જયોતી મહિલા સ્વસહાયજુથ |
| તાલુકો | ખેડા |
| ગામનું નામ | કલોલી |
| વર્ષ | 2007-08 |

જયોતી મહિલા સ્વસહાય જુથની સ્થાપના વર્ષ 2001-02માં (દસ)10 સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જુથના બધા જ સભ્યો ખુબ જ ઉત્સાહી છે. જેઓ દ્વારા બચત અને આંતરિકધિરાણની કરવામાં આવતી હતી. અને વર્ષ 2007-08માં તેઓએ બેંક દ્વારા ધિરાણ અપાવીને તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલીમ અપાનીને તોરણ, જુમ્મર, વોલપીસ, ટેબલ ફ્લાવર, ગૃહ સુશોભનની ઘણી નવીન વસ્તુઓ બનાવવાની તાલીમ આપી. તેઓએ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી અને તેમની આ વસ્તુઓ બજાર દ્વારા તેમજ સરસ મેળાઓ દ્વારા બજારમાં લાવવામાં આવી અને તેને બજાર મળ્યું. તેમજ વસ્તુઓ વેચાઈ અને આવક ઉતપન્ન થઈ. તેઓનો ઉત્સાહ વધ્યો. આમ તેઓ વર્ષ 2007-08ના સરસ મેળો-સુરતમાં પણ ભાગ લીધો હતો અને સારૂં એવું વેચાણ કર્યું હતુ.
આમ આ જુથના બધા જ સભ્યોની પોતાની આજીવિકામાં ઘણો જ વધારો થયેલો જોવા મળેલ છે અને બધા જ સભ્યો ખુબ જ ખુશ પણ છે.
