સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)

લાભાર્થીનું નામ રાઠોડ લક્ષ્મીબેન રાયસંગભાઈ
ગામનું નામ આંત્રોલી
તાલુકો માતર
જિલ્લો ખેડા

શ્રીમતી રાઠોડ લક્ષ્મીબેન રાયસંગભાઈ, રહે.આંત્રોલી, તા. માતર, જિ. ખેડા, ઉ.વર્ષ 36. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી ઈન્દીરા આવાસ યોજના હેઠળ મળેલ આવાસની સફળ વાર્તા નીચે પ્રમાણે છે.

મારૂં નામ રાઠોડ લક્ષ્મીબેન રાયસંગભાઈ છે. અમો પતિ પત્નિ બનેં સશકત છીએ. સંયુકત કુટુંબમાં રહીએ છીએ. કુટુંબમાં 7 સભ્યો છે. ગામમાં રહેવા માટે કાચુ મકાન છે. અમારી પરિસ્થિતિ ઘણી જ નબળી છે. આજની મોંઘવારીના સમયમાં 7 સભ્યોનું ભરણ પોષણ કરવાનું ઘણું જ મુશ્કેલ છે. તો પછી મકાન તો અમે કયાંથી બનાવી શકીએ.

અમારા ગામના ગ્રામસેવક પંચાયત ઓફીસમાં ગ્રામસભામાં હાજર હતા અને ગ્રામસેવકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી ઈન્દીરા આવાસ યોજના વિષેની તેમજ બીજી ઘણી ખાતાકીય યોજનાની સમજ આપતા હતા. તેમાં લાભાર્થીની પસંદગી બાબતે વાત ચાલતા અમારા ગામના સરપંચશ્રીએ મારા નામનો ગ્રામસભામાં ઠરાવ કરાવ્યો. પછી ગ્રામસેવકશ્રી પાસે ઈન્દીરાઆવાસ માટે અરજી ફોર્મ ભરાવ્યું. અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા પંચાયત કચેરી માતર મોકલ્યું. વર્ષ 2007-08માં થોડા સમય પછી ગ્રામસેવકે અમારા ઘરે આવીને અમોને જાણ કરી કે લક્ષ્મીબેન તમારૂં ઈન્દીરા આવાસ મંજુર થઈ ગયું છે. આ સમાચાર જાણીને અમે રાજીના રેડ થઈ ગયા. પછી આ ઈન્દીરા આવાસ અમે જાતે મજુરી કરીને તૈયાર કરાવ્યું.

આજે અમે પ્રતિદીન આ આવાસમાં ઘણા જ ઉત્સાહથી રહીએ છીએ. મકાનમાં નિર્ધુમ ચુલો તેમજ જાજરૂ પણ સગવડ કરવામાં આવી છે. આ સ્લેબવાળા મકાનમાં અમને આજે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ચાલતી ઈન્દીરા આવાસ યોજનાથી અમારા જેવા ઘણા ગરીબોને લાભ મળ્યો છે. અને મળતો રહે તેવી આશા રાખીએ છીએ.

અમે સરકારશ્રીની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મળેલ આવાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. નડીયાદ તેમજ તાલુકા પંચાયત કચેરી માતરના તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને ગ્રામસેવક સાહેબનો અંતઃકરણ પુર્વક આભાર માનીએ છીએ. ભગવાન સર્વેને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ.