સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)
| લાભાર્થીનું નામ | મકવાણા વિનુભાઈ ખોડાભાઈ |
| ગામનું નામ | દલોલી |
| તાલુકો | માતર |
| જિલ્લો | ખેડા |

શ્રી મકવાણા વિનુભાઈ ખોડાભાઈ રહે.દલોલી, તા.માતર, જિ.ખેડા, ઉ.વર્ષ 30 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી ઈન્દીર આવાસ યોજના હેઠળ મળેલ આવાસની સફળ વાર્તા નીચે પ્રમાણે છે.
મારૂં નામ મકવાણા વિનુભાઈ ખોડાભાઈ છે. અમો સંયુકત કુટુંબ સભ્યો છીએ. મારા કુટુંબમાં 5 સભ્યો છે. ગામમાં રહેવા માટે કાચુ ઈંટ માટીનું દેશી નળીયાવાળું મકાન હતું. અમારી પરિસ્થિતિ ઘણી જ નબળી છે. આજની મોંઘવારીના સમયમાં 5 સભ્યોનું ભરણ પોષણ કરવાનું ઘણું જ મુશ્કેલ છે. અમો ખેત મજુરી કરી જીવન ગુજારીએ છીએ તો પછી મકાન કેવી રીતે બનાવી શકીએ ?
અમારા ગામના ગ્રામસેવક ગ્રામસભામાં હાજર રહેલા તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા ચાલતી ઈન્દીરા આવાસ તેમજ સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહીતી આપતા હતા. તે સાંભળીને મેં ગ્રામસેવકશ્રી દ્વારા ઈન્દીરા આવાસ મેળવવા માટેની અરજી તાલુકાકક્ષાએ કરી. ત્યારબાદ વર્ષ 2007-08માં ઈન્દીરા આવાસ યોજનામાં મને ઈન્દીરા આવાસ બનાવવા માટેની મંજુરી મળી. આ સમાચાર જાણીને અમે રાજીના રેડ થઈ ગયા. પછી આ ઈન્દીરા આવાસ અમે જાતે મજુરી કરીને તૈયાર કર્યું.
આજે અમે પ્રતિદીન આ આવાસમાં ઘણા જ ઉત્સાહથી રહીએ છીએ. મકાનમાં નિર્ધુમ ચુલો તેમજ જાજરૂ પણ સગવડ કરવામાં આવી છે. નળીયાવાળા મકાનની જગ્યાએ આજે ધાબાવાળા મકાનમાં કોઈ પણ જાતની તકલીફ વગર રહીએ છીએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ચાલતી ઈન્દીરા આવાસ યોજનાથી અમારા જેવા ઘણા ગરીબોને લાભ મળ્યો છે. અને આવો લાભ અમારા જેવા ગરીબોને મળતો રહે તેવી આશા રાખીએ છીએ.
અમે સરકારશ્રીની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મળેલ આવાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. નડીયાદ તેમજ તાલુકા પંચાયત કચેરી માતરના તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને ગ્રામસેવક સાહેબનો અંતઃકરણ પુર્વક આભાર માનીએ છીએ. ભગવાન સર્વેને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ.
