સાફલ્ય ગાથા (ઈન્દીરા આવાસ યોજના)
| લાભાર્થીનું નામ | જશીબેન રાવજીભાઈ રાઠોડ |
| ગામનું નામ | ઈન્દ્રવર્ણા |
| તાલુકો | માતર |
| જિલ્લો | ખેડા |

શ્રીમતી જશીબેન રાવજીભાઈ રાઠોડ રહે.ઈન્દ્રવર્ણા, તા.માતર, જિ.ખેડા, ઉ.વર્ષ 35. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી અપગ્રડેશન યોજના હેઠળ મળેલ મકાન રીપેરીંગ સફળ વાર્તા નીચે પ્રમાણે છે.
મારૂં નામ જશીબેન રાવજીભાઈ રાઠોડ છે. અમો સંયુકત કુટુંબના સભ્યો છીએ. મારા કુટુંબમાં 5 સભ્યો છે. ગામમાં રહેવા માટે કાચું ઈંટ માટીનું વિલાયતી નળીયાવાળું મકાન હતું. તેમાં ભોંયતળીયે લીંપણ હતું. દીવાલો પ્લાસ્ટર વગરની હતી, તેમજ સંડાસની વ્યવસ્થા નહોતી. અમારી પરિસ્થિતિ ઘણી જ નબળી હોવાને કારણે તેમજ ખેત મજુરી કરી જીવન ગુજારીએ છીએ. આજની મોંઘવારીના સમયમાં 5 સભ્યોનું ભરણ પોષણ કરવાનું ઘણું જ મુશ્કેલ છે. તો પછી અમે મકાન રીપેર કેવી રીતે કરાવી શકીએ ?
અમારા ગામમાં ગ્રામસભામાં હાજર રહેલ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા ઈન્દીરા આવાસ તેમજ સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની તેમજ મકાન રીપેરીંગની માહીતી આપતા હતા. તે સાંભળીને મેં ગ્રામસેવકશ્રી દ્વારા મકાન રીપેરીંગ માટેની અરજી તાલુકાકક્ષાએ કરી. ત્યારબાદ વર્ષ 2007-08 માં રીપેરીંગ યોજનામાં મને મકાન રીપેર કરવાની મંજુરી મળી. આ સમચાર જાણી અમે રાજીના રેડ થઈ ગયા. પછી આ મકાન રીપેરીંગ જેવું કે પલાસ્ટર, ભોયતળીયું તેમજ સંડાસ બનાવવાનું કામ અમે જાતે મજુરી કરીને તૈયાર કર્યું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ચાલતી મકાન રીપેરીંગ યોજનાનો અમારા જેવા ઘણા ગરીબોને લાભ મળ્યો છે. અને આવો લાભ અમારા જેવા ગરીબોને મળતો રહે એની અમો આશા રાખીએ છીએ.
અમે સરકારશ્રીની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મળેલ આવાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નડીયાદ તેમજ તાલુકા પંચાયત કચેરી માતરના તાલુકા વિકાસ અધિકારી સાહેબ, એન્જીનિયર સાહેબ અને ગ્રામસેવક સાહેબનો અંતઃકરણ પુર્વક આભાર માનીએ છીએ. ભગવાન સર્વેને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ.
