ગામનું નામ કાવઠ
તાલુકાનું નામ કપડવંજ
કામનું નામ સ્મશાનગૃહમાં વનીકરણ
કામની અંદાજીત રકમ રૂ. 74,300/-
કામ શરૂ કર્યાની તારીખ 4/8/2008
થયેલ ખર્ચ રૂ.7,331/-
રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા 19
ઉત્પન્ન થયેલ માનવદિન કુલ 153, સ્ત્રી 40

કપડવંજ તાલુકાના કાવઠ ગામે ગામના સ્મશાનગૃહની આજુબાજુની પડતર જમીનની અહલાદક વાતાવરણ ઉભુ કરવામાં તેમજ વિવિધ પ્રકારના વૃક્ષો ઉગાડી ગામની રોનક અને શોભામાં વધારો કરવાના તેમજ ગામમાંજ વસવાટ કરતાં ગરીબ કુટુંબોને આ કામથી સીધેસીધી જ રોજગારી મળી રહે તે હેતુસર આ કામ હાથ ધરવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિમાં વૃક્ષોના છેદન થવાથી પ્રકૃતિમાં ફેરફારો તેમજ ઈમારતી લાકડાની અછત જણાય છે.

યોજના અંતર્ગત આ કામ થવાથી સ્મશાનગૃહની આજુબાજુનો વેરાન ભાસતું વાતાવરણ સુંગધીત અને અહલાદક જોવા મળેલ છે. વધુમાં અવસાન નિમીત્તે જન સમુદાયને છાયા અને બેસવા માટે અનુકુળ જગ્યા મળેલ છે. ગામજનોના મુંગા પશુઓને ચારો મળી શકશે. વિવિધ પ્રકારના છોડવા રોપવાથી ઉત્પન્ન થનાર વિવિધ પ્રકારના ફળોથી કાયમી આવક ઉભી થશે ગ્રામપંચાયત વિકાના કામો કરવામાં સક્ષમ બનશે. ગામનો વિકાસ થશે. ભવિષ્યમાં મહદઅંશે લાકડાની સમસ્યા મળી રહેશે.