ગામનું નામ પૃથ્વીરાજપુરા (કઢૈયા)
તાલુકાનું નામ બાલાસિનોર
કામનું નામ હયાત તળાવ ખોદવાની કામગીરી
કામની અંદાજીત રકમ 1,30,000/-
કામ શરૂ કર્યાની તારીખ 30/6/2008
થયેલ ખર્ચ 1,00,112/-
રોજગારી આપેલ કુટુંબની વિગતો એસ.સી. 5, એસ.ટી. 10,
અન્ય 179,
કુલ 194
ઉત્પન્ન થયેલ માનવદિન એસ.સી. 78, એસ.ટી. 198,
અન્ય 3475
કુલ 3751, સ્ત્રી 252

પૃથ્વીરાજપુરા (કઢૈયા) ગામે હયાત તળાવ ઉંડુ કરવાનું રાષ્ટ્રીય ગ્રામિણ બાહેંધરી યોજના અંતર્ગત ઉંડુ કરવાનું કામ થવાથી વરસાદના પાણીનો સંગ્રહ થયેલ છે. આજુબાજુના ગામોના પશુઓને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થયેલ છે. તાલુકામાં ગરીબ કુટુંબો ભૌગોલીક પરિસ્થિતિ કારણે હોય ને યોજના અંતર્ગત 194 કુટુંબોને 3751 માનવદિન રોજગારી મળેલ છે.

આમ તળાવ ઉંડુ થવાથી વિસ્તાર અંદાજે 900 ચો.મી. જેટલો છે. જેની ઉંડાઈ 3 મી. જેટલી છે. જેથી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા આશરે 0.50 લાખ ગેલનની થઈ છે. આમ તળાવ ખોદવાથી વરસાદી પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના ગામોને પાણીની સુવિધા ઉપલબ્ધ થયેલ છે અને ગામના શ્રમિકો દ્વારા તે જ ગામમાં જ શ્રમિકોને રોજીરોટી મળી સાથોસાથ વિકાસના કામ પણ સરકારશ્રીના નિર્ધાર મુજબ થયેલ છે.