ગામનું નામ ખીજલપુર વાંટા
તાલુકાનું નામ ઠાસરા
કામનું નામ તળાવ ઉંડુ કરવાનું કામ
કામની અંદાજીત રકમ રૂ. 1,97,800/-
કામ શરૂ કર્યાની તારીખ 21/7/2008
થયેલ ખર્ચ રૂ. 1,52,436/-
ઉત્પન્ન થયેલ માનવદિન કુલ 1645
સ્ત્રી 421

ઠાસરા તાલુકામાં ખીજલપુર વાંટા ગામે તળાવ તો હતં પરંતુ જાણે ન હોય તેવું લાગે. તળાવ, મંદીર, ચોતરો, શાળા આવા સ્થળો ગામની શોભા છે. અને તળાવ વગરનું ગામ તો જાણે ગામજ ન હોય તેવું લાગે. વર્ષોથી ધીમે ધીમે થયેલ પુરાણ અને કદાચ બેકાળજીને લીધે પણ ગામને તળાવનું સુખ જાણે હતું જ નહી.

યોજનાની જાણકારી ગ્રામજનોને મળી અને આશાનું કીરણ જણાયું. સૌએ સહીયારો નિર્ણય કર્યો. તળાવનું ખોદકામ શરૂ કર્યુ ગામના લોકો માટે તો જાણે વરદાન મળ્યું. ગામમાંજ કામ અને ગામમાં જ દામ. સહીયારા પુરૂષાર્થ અને સાચી લાગણીથી કામ કર્યું. ગામના લોકો ચોમાસાની રાહ જોયા વગર નજીકની નહેરમાંથી પાણી ભરવાની વ્યવસ્થા કરી ભર ઉનાળે તળાવ ભરી દીધું. અબોલા પક્ષી-પ્રાણીઓ અને નાના બાળકોમાં ભરેલા તળાવનું જે આનંદ દેખાય છે. તેનું મુલ્ય રૂપિયામાં આંકી શકાય તેમ નથી.

ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના ગામના કુટુંબોને રોજગારી મળી તથા ગ્રામજનોનું સ્થાળાંતર પણ અટકયું. તથા વરસાદના પાણીનો સંગ્રહ પણ થયો છે.