ગામનું નામ વિરોજા
તાલુકાનું નામ માતર
કામનું નામ જેટ્રોફા વનીકરણ
કામની અંદાજીત રકમ રૂ. 2,45,700/-
કામ શરૂ કર્યાની તારીખ 15/9/2008
થયેલ ખર્ચ મજુરી-રૂ.93,556/-
મટીરીયલ્સ-રૂ.1,18,16,
કુલ-રૂ.2,12,417/-
રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા 126
ઉત્પન્ન થયેલ માનવદિન કુલ 1317, સ્ત્રી 490

આજની ભાગમભાગ જીંદગીમાં જયાં એક તરફ પ્રાકૃતિક તેલનો મર્યાદીત જથ્થો કે જે ખતમ જવાની અણી પર છે. ત્યારે વાહનોને ચલાવવા માટે અવનવા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે. ત્યારે આપણા ત્યાં ઉપલબ્ધ એવા જેટ્રોફા (રતન જયોત)ના વાવેતર જો સારી રીતે કરવામાં આવે તો તેના બીજમાંથી બાયોડીઝલનું ઉત્પાદન કરી શકાશે. તથા ગ્રામપંચાયતોને 50 વર્ષ સુધી દર વર્ષે એકર દીઠ રૂ.20000/- કાયમી આવક થશે.

તેથી ગ્રામપંચાયત પગભર થાય તેમજ ગામના વિકાસના કામો સારી રીતે થઈ શકે. જેટ્રોફાના વાવેતરથી ગૌચરમાં ગાંડા બાવળને કારણે બગડતી જમીન અટકાવી શકાશે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના હેઠળ ગામના ગરીબ કુટુંબને 100 દિવસની રોજગારી આપી શકાશે.

યોજના અંતર્ગત જેટ્રોફાના વાવેતરના કારણે ગામના બેરોજગાર કુટુંબોને વર્ષ દરમ્યાન જેટ્રોફાનું વાવેતર, વીડીંગ, પાણી પીવડાવવું, ફેન્સીંગકામ વગેરે પ્રકારના કામોમાં 100 દિવસની રોજગારી મળે તેવી તકો ઉભી થયેલ છે. જેમાંની વર્ષમાં તે કુટુંબને રોજગારી ગામમાંજ મળી શકેશ. ગ્રામ પંચાયતમાં આવેલ ગૌચર ઉપર વર્ષોથી ઉગી નિકળેલા તેને સાફ કરી તે જમીનનો વિકાસ થઈ શકશે.

જેટ્રોફા વાવેતરથી આશરે 3 વર્ષ પછી ગ્રામપંચાયતને કાયમી ધોરણે 30 થી 35 વર્ષ સુધી અંદાજે એક એકરે રૂ.20000/- ની આવક થશે. જેથી ગ્રામપંચાયતના વિકાસના કામો કરવા સક્ષમ બનશે અને ગામનો વિકાસ થશે. આ યોજનાથી ગરીબ બેરોજગાર કુટુંબોને દર વર્ષે રોજગારી મળશે.