ગામનું નામ ચીખલીઝોઝા
તાલુકાનું નામ વિરપુર
કામનું નામ પ્રાથમિકશાળા સી.સી. રસ્તાથી તળાવ તરફ જતાં રસ્તાનું માટી મેટલ કામ
કામની અંદાજીત રકમ રૂ.2,42,051/-
કામ શરૂ કર્યાની તારીખ 23/6/2008
થયેલ ખર્ચ રૂ.92,180/-
રોજગારી આપેલ કુટુંબોની સંખ્યા 169
ઉત્પન્ન થયેલ માનવદિન કુલ 1647, સ્ત્રી 183

ખેડામાં વિરપુર તાલુકાના ચીખલીઝોઝા શાળાએ જતાં બાળકોને પડતી અગવડતા તેમજ ખેડુતોને ખેતરમાં જવાની સુવિધાન હોવાથી ગામનો વિકાસ રૂંધાયો હતો. ચોમાસામાં બાળકો સ્કુલે જઈ શકતા ન હતા. ગામનો સામાજીક અને વ્યવસાયીક વ્યવહાર અટકી જતો હતો. તેમજ રોજગારી માટે જરૂરીયાતોમંદ લોકોને બહાર ન જવા ગામમાં સીધેસીધી રોજગારી આપવા..

આ કામ હાથ ધરવાથી પ્રાથમિકશાળાએ જતાં બાળકો સમયસર જતાં થયા અને રોડ થવાથી વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન હલ થયેલ છે.

વધુમાં ખેડુતોને વર્ષમાં લેવાતા પાકો ખેતરમાંથી લાવવા માટે ટ્રેકટર/ગાડા દ્વારા સુગમતાથી માલનું વહન કરી શકે છે. શાળાના બાળકો, ખેડુતો તથા ગ્રામજનો માટે આ રસ્તાનું કામ આશીર્વાદરૂપ છે.