આમ આદમી વિમા યોજના કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજના છે. જે લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગર દ્વારા સંચાલીત છે.
સદર યોજનાનો ઉદેશ રાજયના ગ્રામ્ય વિસ્તારના ગરીબીરેખા હેઠળ જીવતા 0 થી 16 ગુણાંક ધરાવતા જમીન વિહોણા અને 18 થી 59 વર્ષની ઉમર ધરાવતા ગ્રામીણ જમીન વિહોણા કુટુંબના વડાનું અથવા કુટુંબના કમાનાર સભ્યનું કુદરતી મૃત્યુ અથવા અકસ્માતના કિસ્સામાં મૃત્યુ કે કાયમી અશકતતા અને અંશતઃ કાયમી અશકતતાના કિસ્સામાં ઉકત કુટુંબના વારસદાર/નોમીનીને વિમા સુરક્ષા દ્વારા આર્થિક સહાય આપવાનો છે.
આ યોજના હેઠળ સભ્ય તરીકે નોંધણી માટે ગરીબીરેખા હેઠળ 0 થી 16 ના ગુણાંક ધરાવતા જમીન વિહોણા કુટુંબના વડા અથવા કુટુંબના કમાનાર વ્યક્તિ કે જે 18 થી 59 વર્ષની ઉમર ધરાવતી હોય તેની પાત્રતા રહેશે. આ યોજના હેઠળ કોઈપણ પ્રકારની લોન મળી શકશે નહી.
સદર યોજના હેઠળ આવરી લેવાયેલ સભ્ય કે જેઓ કુટુંબના વડા અથવા કમાતા સભ્ય હોય અને તેમનું અકસ્માતથી મૃત્યુ કે કુદરતી મૃત્યુ થવાના કારણે અથવા અકસ્માતથી થતી કાયમી અસમર્થતતા કે આંશિક કાયમી અસમર્થતતાના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબની વિમા સુરક્ષા પુરી પાડવામાં આવશે.
દાવાની પતાવટ પ્રક્રિયા નીચે મુજબની રહેશે.
યાજના હેઠળના દાવાઓ ડેઝીગ્નેટેડ અધિકારી-તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેસન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરને મોકલી આપવાના રહેશે
આ યોજનાનું અમલીકરણ, સંકલન તથા મોનીટરીંગ સબંધિત જિલ્લાના નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ તેઓના સીધા નિયંત્રણ હેઠળ કરવાનું રહેશે.
આ યોજના અન્વયે દાવાની રકમ મૃકના કાયદેસરના વારસદારને ચુકવવાની રહેશે. આ માટે ધ્યાને લેવાની થતી પ્રવર્તમાન સુચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.