વોટર શેડ કાર્યક્રમ - ડીપીએપી/આઈડબલ્યુડીપી

યોજનો ઉદ્દેશ

    યોજના હેઠળ પસંદ કરાયેલ વિસ્તારનો સર્વાંગી વિકાસ, તે વિસ્તારની તમામ જમીન, જળ,જંગલ, જનાવર અને જન(માનવ સમુદાય)નો સર્વાંગી વિકાસ કરવો
  • પાણી સંગ્રહ
  • ખેતીનું પાણી સંગ્રહ
  • પશુપાલન
  • રોજગાર લક્ષી કાર્યક્રમો
  • આરોગ્યને લગતા કામો ગ્રામ્ય વિસ્તારમાં કરવા.

કાર્યક્ષેત્ર

  • રાજ્યના ડીપીએપી (અનાવૃષ્ટિ શક્યતાગ્રસ્ત વિસ્તારો ડીડીપી (રણ વિકાસ કાર્યક્રમ) આઈડબલ્યુડીપી (સંકલીત પડતર ભુમિ વિકાસ કાર્યક્રમ) હેઠળના વિસ્તારોમાં જળસ્ત્રાવની કામગીરી કરવામાં આવે છે. યોજના હેઠળ બીઆઇએસએજી દ્રારા નક્કી કરાયેલ વિસ્તારોની પસંદગી કરવામાં આવે છે.

વોટર શેડ કાર્યક્રમનું માળખુ

વોટરશેડ કાર્યક્રમ એટલે શું ?

  • વોટરશેડ એટલે એવો વિસ્તાર કે જ્યાં સમગ્ર વિસ્તારનું વરસાદી પાણી એકઠું થઇને એક ચોક્કસ જગ્યાએથી તેનો નિકાલ થાય તેવો વિસ્તાર. આવા જળસ્ત્રાવ વિસ્તારમાં વરસાદી પાણીનો સંચય, ભૂગર્ભજળ સંગ્રહ પડતર તથા ઉતરતી કક્ષાની જમીનો અને અનાવૃષ્ટિની શક્યતાવાળા તેમજ રણ વિસ્તારનો વિકાસ કૃષિ તથા પશુપાલન વિકાસ, ગૌચર સુધારણા, મત્સપાલન, કૃષિને સંલગ્ન વ્યવસાયો તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, જમીન વિહોણા તેમજ નાના અને સિમાંત ખેડૂતોના વિકાસને ધ્યાને લઈ અમલમાં મુકવામાં આવેલ બહુહેતુક કાર્યક્રમ એટલે વોટરશેડ કાર્યક્રમ

‘હરિયાળી’ જળસ્ત્રાવ એટલે શું ?

  • જળસ્ત્રાવ વિકાસ માટે ભારત સરકાર દ્રારા વર્ષ-2003માં નવી માર્ગદર્શીકા બહાર પાડેલ આ માર્ગદર્શીકા અનુસાર જળસ્ત્રાવનો વિકાસ કરવો એટલે જ ‘હરિયાળી’ જળસ્ત્રાવ વિકાસ.

આ યોજનાનો સમયગાળો કેટલો છે ?

  • આ યોજના હેઠળના પ્રોજેક્ટોની કુલ પાંચ વર્ષની મુદ્ત હોય છે. જે તારીખે પ્રોજેક્ટની મંજુરી મળી હોય ત્યારથી તેની મુદ્ત ગણવામાં આવે છે.

આ યોજના અન્વયેના કાર્યક્રમો કયા કયા છે ?

  • આ યોજના હેઠળ અનાવૃષ્ટિ શક્યતા વિકાસ કાર્યક્રમ (ડીપીએપી),રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ (ડીડીપી) અને સંકલિત પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમ (આઇ.ડબલ્યુ.ડી.પી.) છે.

આ યોજનાની નાણાંકીય જોગવાઇ કેટલી છે ?

  • આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્રારા તા. 1લી એપ્રિલ-2000થી પ્રવર્તમાન દર હેક્ટરદીઠ રૂ. 6,000/- છે. આમ કુલ 500 હે. વિસ્તાર માટે રૂ.30,00,000/-ની જોગવાઇ છે.

હરીયોળી વોટરશેડના મુખ્ય ઉદે્શો કયા કયા છે ?

    હરીયોળી પરિયોજનાના ઉદે્શો નીચે મુજબ રહેશે.
  • સિંચાઇ,બાગાયત અને ફૂલોની ખેતી સહિતનાં વાવેતરો, ગૌચર વિકાસ, મત્સ્યપાલન, વગેરેના ઉપયોગ માટે વરસાદી પાણીના દરેક બુંદની જાળવણી કરવી જેથી પીવાના પાણીની સુવિધા સાથે સાથે ગ્રામ સમુદાય માટે ચિરકાલીન ટકે એવા આવકના સ્ત્રોત થઇ શકે.ગ્રામ પંચાયતો દ્રારા ગ્રામીણ વિસ્તારના સર્વાગી વિકાસને સુનિશ્ર્વિત કરવો અને વરસાદી પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપનથી પંચાયતો માટે આવકનાં નિયમિત સ્ત્રોત ઉભા કરવા. રોજગારી ઉભી કરવી, ગરીબી નિર્મૂલન, સમુદાયિક સશક્તિકરણ અને ગ્રામ્ય વિસ્તારોનાં માનવ અને અન્ય આર્થિક સંશોધનોનો વિકાસ કરવો. ગ્રામિણ વિસ્તારોની એકંદર સુધારણા માટે અનાવૃષ્ટિ અને રણ બની જવા જેવી આત્યંતિક આબોહવા વિષયક સ્થિતિઓની પ્રતિકૂળ અસરો હળવી બનાવવી.કુદરતી સંશોધનો જેવા કે જળ, જમીન ખાસ કરીને વાવેતરવાળાં વાનસ્પતિક આવરણનો ઉપયોગ,સંરક્ષણ અને વિકાસ કરીને ભૂપરિસ્થિતિકીય સંતુલન પુન:સ્થાપવું. ઉભી થયેલ અસકયામતોનાં કુદરતી સંશોધનની ક્ષમતામાં વધારો થાય તે માટે ગ્રામ સમુદાયને પ્રોત્સાહિત કરવા.સાદી સરળ અને પરવડે તેવા ટેકનોલોજીકલ ઉકેલનો વધુ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અને એવી સંસ્થાકીય ગોઠવણી કરવી કે જે સ્થાનિક ટેકનીકલ જ્ઞાન અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરે અને સુદ્રઢ થાય.

જળ સ્ત્રાવ પસંદ કઇ રીતે થાય ?

  • આ માટે ’બાયસેગ’ (BISAG),ગાંધીનગર પાસેથી જે તે જિલ્લામાં જળસ્ત્રાવ વિસ્તારની શકયતા ધરાવતા ગામોની યાદી અને ‘હરીયાળી’ જળસ્ત્રાવ અંગેની માર્ગદર્શીકામાં આપેલ માપદંડોને આધારે જળસ્ત્રાવની પસંદગી થાય છે.

હરીયાળી જળસ્ત્રાવ હેઠળ પરીયોજનાનો અમલીકરણ એજન્સી કોણ બની શકે ?

  • કોઇ ઘટક/તાલુકા માટે પસંદ થયેલ યોજના માટે જે તે તાલુકા પંચાયતને પરિયોજના અમલીકરણ તરીકે બનાવવાની થાય છે. પરંતુ જો તાલુકા પંચાયતને પુરતી સત્તા મળેલ ન હોય તો જિલ્લા પંચાયત પોતે યોજના અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરી શકે છે. આમ, પંચાયતી રાજ સંસ્થાઓને અમલીકરણ એજન્સી માટે અગ્રતા આપવાનું તેમજ કાર્યક્ષમ અને સશક્તિકરણ માટે જોગવાઇ કરવામાં આવે છે.

ગ્રામ્ય કક્ષાએ જળસ્ત્રાવ પરીયોજનાનો અમલ કોણ કરશે ?

  • ક્ષેત્રિય કક્ષાએ/ગ્રામ્ય કક્ષાએ જે તે ગ્રામ પંચાયત જ યોજનાનો અમલ કરશે અને આ અમલ પરિયોજના અમલીકરણ એજન્સીની એકંદરે દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરશે.

જળસ્ત્રાવ યોજનામાં કઈ કઈ કામગીરી લઈ શકાય ?

  • જળસ્ત્રાવ યોજનામાં વરસાદી જળસંચય/રીચાર્જ માટેના નાના વિવિધ વિકાસ કામો, વનીકરણ, ગૌચર વિકાસ, જમીન અને ભેજ સંરક્ષણ સહિત જમીન વિકાસ, ડ્રૈઇનેજ લાઇન ટ્રીટમેન્ટ, નવા પાક/જાતોને લોકપ્રિય કરવા માટે પાક નિદર્શનો, બિનપરંપરાગત ઉર્જાનો વિકાસ, બાયો બળતણ વગેરેના ઉત્તેજન અને પ્રચાર જેવા કામો લઇ શકાય છે.

જળસ્ત્રાવમાં વ્યક્તિગત લાભાર્થી કોણ હોઈ શકે ?

  • જ્યાં ખાનગી જમીન સંકળાયેલ હોય ત્યાં તેની માલીકી વ્યાપકપણે અનુસૂચિતજાતિ-અનુસૂચિત જનજાતિ અને નાના/સિમાંત ખેડૂતોની હોવી જોઇએ, જે વ્યક્તિગત લાભાર્થી હોઈ શકે છે.

આ યોજનામાં કઈ કઈ સમિતીઓ હોય છે ?

  • આ યોજનામાં તાલુકા કક્ષાએ તાલુકા જળસ્ત્રાવ વિકાસ સમિતિ અને ગ્રામ કક્ષાએ ગ્રામ્ય જળસ્ત્રાવ વિકાસ સમિતિની રચના કરવામાં આવે છે. જે જળસ્ત્રાવ કામગીરીમાં અમલીકરણ, દેખરેખ અને માર્ગદર્શન પુરુ પાડે છે

નાણાંકીય ભંડોળ, પરીયોજનાના ભાગો વચ્ચે કઈ રીતે વિભાજ્ય કરવામાં આવે છે ?

    નાણાંકીય ભંડોળને નીચે જણાવેલ ભાગ વચ્ચે વહેંચવામાં આવે છે.
  • જળસ્ત્રાવની માવજત/વિકાસના કામો/પ્રવૃત્તિઓ 85%
  • સામુદાયિક ગતિશીલતા અને તાલીમ 5%
  • વહીવટ વ્યવસ્થા ખર્ચ 10%
  • કુલ 100%

જળસ્ત્રાવ વિકાસ ટુકડી એટલે શું ?

  • દરેક પ્રયોજનના અમલીકરણ એજન્સીએ પોતાની ફરજો વિવિધ હેતુલક્ષી ટુકડી એટલે કે જળસ્ત્રાવ વિકાસ ટુકડી મારફતે બજાવશે. સભ્યો વ્યવસાયિક સ્નાતક હોવા જોઈએ.વન/વનસ્પતિ વિજ્ઞાન, પશુવિજ્ઞાન,બાંધકામ/કૃષિ ઈજનેર અને સામાજીક વિજ્ઞાનની શાખાઓમાંથી એક એક એમ ઓછામાં ઓછા ચાર સભ્યો આ ટુકડીમાં હોવા જોઈએ. તેમજ ઓછામાં ઓછા એક મહિલા સભ્ય હોવા જોઈએ.

હરીયાળી માટે ગ્રામ પંચાયતોની ફરજો અને જવાબદારીઓ શું છે ?

  • ગ્રામ પંચાયત, ગ્રામ સભાના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ તેમજ પરિયોજના અમલીકરણ એજન્સીની સમગ્ર દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પરીયોજનાને અમલમાં મુકશે.તે પરિયોજનાની રોજ બરોજની કામગીરી કરશે અને જળસ્ત્રાવ વિકાસના કામો હાથ ધરવા અને તે માટેના ચુકવણા માટે જવાબદાર રહેશે.

ગ્રામ પંચાયત જળસ્ત્રાવ પરિયોજના ખાતાની માહીતી આપશો ?

  • ગ્રામ પંચાયત, જળસ્ત્રાવ પરિયોજનાનું નાણાંકીય લેવડદેવડ માટે સેવીંગ બેંક એકાઉન્ટ ખાતુ અલાયદું રાખશે. આ ખાતુ ગ્રામ પંચાયતના મંત્રી, ગ્રામ પંચાયતના અધ્યગ્રામ પંચાયત, જળસ્ત્રાવ પરિયોજનાનું નાણાંકીય લેવડદેવડ માટે સેવીંગ બેંક એકાઉન્ટ ખાતુ અલાયદું રાખશે. આ ખાતુ ગ્રામ પંચાયતના મંત્રી, ગ્રામ પંચાયતના અધ્યક્ષ અને પરિયોજના અમલીકરણ સંસ્થા દ્રારા નિયુક્ત સભ્ય દ્રારા સંયુક્ત રીતે ચલાવવામાં આવશે. તદ્ઉપરાંત, ગ્રામ પંચાયત જળસ્ત્રાવ વિકાસ ભંડોળ ખાતું પણ ખોલાવશે જેમાં લોકો દ્રારા મળેલ ફાળો જમા કરવાનો રહેશ

ગ્રામસભાની વોટરશેડ અંગેની અગત્યતા શું છે ?

  • ગ્રામ પંચાયતો ગ્રામસભાના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામોનો અમલ કરશે.ગ્રામ સભા જળસ્ત્રાવ વિકાસનું આયોજન સુધારવા/મંજુર કરવા, તેની પ્રગતિ પર દેખરેખ /નિયંત્રણ/સમીક્ષા કરવા, હિસાબ પત્રકો મંજુર કરવા, ઉપભોક્તા જુથો/સ્વસહાય જુથો રચવા, વગેરે કામો કરશે. તેમજ ગ્રામસભા તે પ્રવૃત્તિઓ મંજુર કરવા ઓછામાં ઓછું બે વાર મળશે.

સ્વસહાય જુથો એટલે શું ?

  • જળસ્ત્રાવ વિકાસ વિસ્તારમાંના જમીન વિહોણા, અસક્યામતો વિહોણા, ગરીબો, ખેત મજુરો, મહિલાઓ, પશુપાલકો , અનુસૂચિત જાતિ-અનુસૂચિત જન જાતિની વ્યક્તિઓ જીવન નિર્વાહ માટે સમાન ઓળખ અને રસ ધરાવતા સમૃધ્ધ જૂથો બનાવશે,જે સ્વસહાય જૂથ તરીકે ઓળખાશે.

ઉપભોક્તા જૂથ એટલે શું ?

  • ઉપભોક્તા જૂથ એટલે એવા સમરસ જૂથો કે જેઓ વોટરશેડના દરેક કામ/પ્રવૃત્તિથી અસર પામ્યા હોય, જળસ્ત્રાવ વિકાસમાં જમાન ધરાવતા હોય અને દરેક જૂથને જળસ્ત્રાવની કોઈ પણ કામ- પ્રવૃત્તિથી પ્રત્યક્ષ લાભ મળવાનો સંભવ હોય. આ જૂથો પરિયોજના હેઠળ ઉભી થયેલ તમામ અસ્કયામતોની જાળવણી માટે જવાબદાર રહેશે.

વોટરશેડ ડેવલોપમેન્ટ ફંડ એટલે શું ?

    જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ હેઠળ ગામો પસંદ કરવામાં એક ફરજીયાત શરત જળસ્ત્રાવ વિકાસ ભંડોળમાં લોકોના ફાળાની છે. આ રીતે મેળવાયેલ ફાળાને એક ફંડ હેઠળ જમા કરવાનું થાય છે જેને જળસ્ત્રાવ વિકાસ ભંડોળ કહે છે.
    આ લોકફાળો ઓછામાં ઓછો નીચે મુજબ છે.
  • વ્યક્તિગત જમીન ઉપર થયેલ ખર્ચ :આ ખર્ચના ઓછામાં ઓછા 10% લોકફાળો.
  • SC/ST અને BPL ની બાબતમાં તેમની જમીન ઉપર કરેલા કામનો ખર્ચ : આ ખર્ચના ઓછામાં ઓછા 5% લોકફાળો.
  • સામુદાયિક મિલકતના કિસ્સામાં થયેલ કામનો ખર્ચ : આ ખર્ચના ઓછામાં ઓછો 5% લોકફાળો લાભાર્થીએ આપવાનો રહેશે.

ઉપભોક્તા માટેના ચાર્જીસ લાગી શકે છે કે કેમ ?

  • હા, સામુદાયિક સગવડોના ઉપયોગ માટે ઉપભોક્તા જૂથ ઉપર જે તે ગ્રામ પંચાયત ઉપભોક્તા ચાર્જીસ લાગુ કરી શકે છે.

આ યોજનામાં વિવિધ કાર્યક્રમોનું કેન્દ્રાભિસરણ થઇ શકે છે કે કેમ ?

  • જળસ્ત્રાવ વિસ્તાર વિકાસનો ઉદે્શ લોકો અને પ્રાકૃતિક સંશાધનોના સર્વગ્રાહી વિકાસનો છે. આથી ભારત સરકારના વિવિધ કાર્યક્રમોનું કેન્દ્રાભિસરણ ગ્રામ સમુદાયના નિરંતર વિકાસ માટે કરી શકાય છે.

આ કાર્યક્રમની પારદર્શિતાને ઉત્તેજન આપવા માટે શું જોગવાઈ છે ?

  • ગ્રામ પંચાયત જળસ્ત્રાવ કાર્યયોજના, જળસ્ત્રાવ વિકાસ ટીમ/સ્વસહાય જૂથો/ઉપભોક્તા જૂથોના પરામર્શમાં તૈયાર કરી ગ્રામસભાની ખુલ્લી સભામાં મંજુરી મેળવશે. આ પરિયોજનાનો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા મંજુરી મળતાં જાહેરમાં નોટિસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરશે.થયેલ કામોની પ્રગતિની ગ્રામસભામાં ચર્ચા થશે. વધુમાં મજુરોને સીધુ અને જ્યાં શક્ય હોય ત્યાં ચેકથી ચુકવણાં દ્રારા પારદર્શિતાં લાવવાની રહેશે.